Snapchat માટે માતા-પિતાની માર્ગદર્શિકા

આ માર્ગદર્શિકા માતા-પિતા અને સંભાળ રાખનારાઓને Snapchat કેવી રીતે કાર્ય કરે છે, કિશોરો માટે અમે પ્રદાન કરીએ છીએ તે મુખ્ય સુરક્ષાઓ, અમારા પેરેંટલ નિયંત્રણોનો ઉપયોગ કેવી રીતે કરવો અને સામાન્ય પ્રશ્નોના જવાબો આપવામાં મદદ કરવા માટે છે.

માતા-પિતા માટે Snapchat સુરક્ષા સંસાધનો

સ્વાગત છે! અમે જાણીએ છીએ કે માતા-પિતા અને સંભાળ રાખનાર તરીકે, તમે કદાચ વિચારતા હશો...

“શું મારે મારા કિશોરને Snapchat નો ઉપયોગ કરવા દેવો જોઈએ? શું Snapchat માં કિશોરો માટે સલામતીનાં પગલાં લેવામાં આવે છે?”

Snapchat ટેક્સ્ટ મેસેજિંગ અથવા ફોન કૉલ્સ જેવી જ એક સંચાર સેવા છે જેનો ઉપયોગ મોટાભાગના લોકો તેમના વાસ્તવિક જીવનના મિત્રો અને પરિવાર સાથે વાત કરવા માટે કરે છે. Snapchatters ને તેમની સલામતી અને પ્રાઇવસીને પ્રાધાન્ય આપતા વાતાવરણમાં તેમના નજીકના મિત્રો સાથે વાતચીત કરવામાં મદદ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરીને, અમે શરૂઆતથી જ વસ્તુઓને અલગ રીતે બનાવવાનો મુદ્દો બનાવ્યો છે.

Snapchat કિશોરોની સલામતિ, સમજાવેલ છે

અમે માતા-પિતાને Snapchat ની મૂળભૂત બાબતો અને કિશોરો માટે Snapchat ને સુરક્ષિત બનાવવામાં મદદ કરવા માટે અમારી પાસે જે સુરક્ષા છે તે સમજવામાં મદદ કરવા માટે YouTube સીરિઝ શરૂ કરી છે. અમે અહીં કિશોરો માટે ઓફર કરીએ છીએ તે વિશિષ્ટ સલામતિ સુરક્ષાઓ વિશે વધુ જાણો.

માતા-પિતા માટે વધારાના સંસાધનો