માતા-પિતા માટે સાધનો અને સંસાધનો

અમે Snapchat પર કિશોરોને સુરક્ષિત કરવામાં મદદ કરવાની અમારી જવાબદારી અત્યંત ગંભીરતાથી લઈએ છીએ. આના ભાગરૂપે, અમે માતા-પિતાને તેમના કિશોરોને Snapchat નો સુરક્ષિત રીતે ઉપયોગ કરવામાં મદદ કરવા માટે સાધનો અને સંસાધનોથી સજ્જ કરવા માંગીએ છીએ. અહીં તમે Snapchat ના પેરેંટલ નિયંત્રણોનો ઉપયોગ કેવી રીતે કરવો તે વિશે વધુ જાણી શકો છો, તમારા કિશોરો સાથે ચર્ચા કરવા માટે મુખ્ય સુરક્ષા ટીપ્સનું ચેકલિસ્ટ ડાઉનલોડ કરીને નિષ્ણાંત સંસાધનોને એક્સેસ કરી શકો છો.

Snapchat પેરેન્ટલ નિયંત્રણો

Snapchat નું પરિવાર કેન્દ્ર એ અમારા પેરેંટલ નિયંત્રણોનો સમૂહ છે જે તમને Snapchat પર તમારા કિશોરો કોની સાથે વાતચીત કરી રહ્યાં છે તે જોવામાં અને સામગ્રી નિયંત્રણો સેટ કરવામાં મદદ કરે છે - જે સલામતી વિશે મહત્વપૂર્ણ વાતચીતોની જાણ કરવામાં મદદ કરી શકે છે. પરિવાર કેન્દ્ર માતા-પિતા અને કિશોરો વચ્ચેના વાસ્તવિક-વિશ્વના સંબંધોની ગતિશીલતાને પ્રતિબિંબિત કરે છે, જ્યાં માતા-પિતા તેમના કિશોરો કોની સાથે સમય વિતાવે છે તેની સમજ ધરાવે છે, અને તેમ કરીને પણ કિશોરોની પ્રાઇવસીનો આદર કરે છે. પરિવાર કેન્દ્ર પર, માતા-પિતા સરળતાથી અને ગોપનીય રીતે અમારી ટ્રસ્ટ અને સેફ્ટી ટીમ, જે Snapchatters ને સુરક્ષિત રાખવામાં મદદ કરવા માટે ચોવીસ કલાક કામ કરે છે, તેને કોઈપણ ચિંતાની જાણ કરી શકે છે.

પરિવાર કેન્દ્ર પર શરૂ કરવું

પરિવાર કેન્દ્ર વાપરવા માટે, માતા-પિતાની પાસે Snapchat એકાઉન્ટ હોવું આવશ્યક છે. એપ્લિકેશન કેવી રીતે ડાઉનલોડ કરવી અને પરિવાર કેન્દ્ર કેવી રીતે સેટ કરવું તે અંગેની સૂચનાઓ અહીં છે:

આ ટ્યુટોરીયલ જુઓ અથવા સ્ટેપ-બે-સ્ટેપ સૂચનાઓ વાંચો.

સ્ટેપ 1

Apple ઍપ સ્ટોર અથવા Google Play સ્ટોર પરથી તમારા મોબાઇલ ફોન પર Snapchat ડાઉનલોડ કરવાથી પ્રારંભ કરો.
પરિવાર કેન્દ્ર વિશે વધુ પ્રશ્નો છે? સહાયતા માટે સાઇટ ની મુલાકાત લો.

સલામતી ચેકલિસ્ટ

માતા-પિતા માટે

Snapchat નો સુરક્ષિત રીતે ઉપયોગ કેવી રીતે કરવો તે વિશેની વાતચીતને સમર્થન આપવા માટે, અહીં તમારા કિશોરો માટે મહત્વપૂર્ણ ટિપ્સનું એક ચેકલિસ્ટ આપેલ છે:
ફક્ત પરિવાર અને મિત્રો સાથે જ કનેક્ટ થાઓ
વાસ્તવિક જીવનમાં તેઓ જાણતા હોય તેવા લોકોને જ આમંત્રિત કરો અને તેવા લોકો તરફથી આવતાં મિત્ર આમંત્રણોને જ સ્વીકારો.
વાપરનારનું નામ કાળજીપૂર્વક પસંદ કરો
એવું વાપરનારનું નામ પસંદ કરો જેમાં તેમની ઉંમર, જન્મતારીખ, વ્યક્તિગત માહિતી અથવા સૂચનાત્મક ભાષા શામેલ નથી. તમારા કિશોરના વાપરનારના નામમાં ક્યારેય ઉંમર અથવા જન્મતારીખ જેવી વ્યક્તિગત માહિતી શામેલ થવી જોઈએ નહીં.
વાસ્તવિક ઉંમર સાથે સાઇન અપ કરો
ચોક્કસ જન્મતારીખ નાખવી એ એકમાત્ર રસ્તો છે કે તમારા કિશોરને અમારી ઉંમર-યોગ્ય સલામતિ સુરક્ષાનો લાભ મળી શકે છે.
સ્થાન-શેરિંગને બે વાર તપાસો
અમારા નકશા પર સ્થાન-શેરિંગ દરેક માટે આપોઆપ બંધ છે. જો તમારા કિશોર તેને ચાલુ કરવા જઈ રહ્યાં છે, તો તેનો ઉપયોગ ફક્ત તેમના વિશ્વાસુ મિત્રો અને પરિવાર સાથે જ થવો જોઈએ.
વિશ્વાસપાત્ર પુખ્ત વયના વ્યક્તિ સાથે વાત કરો
જ્યારે સલામતી અને સુખાકારીની વાત આવે છે, કોઈ પ્રશ્નો અથવા વાતચીત ખોટા નથી. જો તમારા કિશોરને કોઈ ચિંતા હોય તો તેને વિશ્વાસપાત્ર પુખ્ત વયના વ્યક્તિ સાથે વાત કરવા કહો.
એપ્લિકેશની અંદરના રિપોર્ટિંગનો ઉપયોગ કરો
તમારા કિશોરને ખબર હોવી જોઈએ કે રિપોર્ટ્સ ગોપનીય છે – અને સમીક્ષા માટે સીધા જ અમારી 24/7 ટ્રસ્ટ એન્ડ સેફ્ટી ટીમ પાસે જાઓ.
મોકલતા પહેલાં વિચારવું
કંઈપણ ઑનલાઇન શેર કરવા સાથે, કોઈને પણ - ભાગીદાર અથવા નજીકના મિત્ર - ખાનગી અથવા સંવેદનશીલ છબીઓ અને માહિતીની વિનંતી કરવા અથવા મોકલવામાં ખરેખર સાવચેત રહેવું મહત્વપૂર્ણ છે.
Snapchat ના પરિવાર કેન્દ્ર સાથે જોડાઓ
ખાતરી કરો કે તમે અને તમારા કિશોરોએ અમારા પેરેંટલ નિયંત્રણો, Snapchat ના પરિવાર કેન્દ્ર માટે સાઇન અપ કર્યું છે, જ્યાં તમે જોઈ શકો છો કે તમારા કિશોરો કયા મિત્રો સાથે વાત કરી રહ્યા છે અને સામગ્રી નિયંત્રણો સેટ કરી શકો છો.

જાણવામાં મદદરૂપ! આ ચેકલિસ્ટના ડાઉનલોડ કરી શકાય તેવા સંસ્કરણને પ્રિન્ટ કરવા માટે અહીં ક્લિક કરો.

વધારાની માહિતી માટે અમારા ભાગીદારો અને નિષ્ણાતોના સલામતી સંસાધનો જુઓ.